facebook

Be bol બે બોલ

બે બોલ


ૐ નમો નિષ્કલંકી નારાયણ નમો નમ:
એક લાંબા સમયથી આ વાતની જરૂરત મહેસૂસ થઇ રહી હતી કે એક એવું બ્લોગ તૈયાર કરું જે સતપંથ ધર્મનું સાચુ સફટીક તેમજ સ્પષ્ટ પરીચય આપે જેમાં કોઇ વિષયને વધારે પડતું મહત્વ આપી તેને ઉભારવામાં ન આવે કે ન કોઇ વિષયની અવગણના કરીને તેને દબાવવામાં આવે.એકદમ સાફ અને સ્પષ્ટ શૈલીમાં પૂરા સંતૂલન સાથે બતાવ્યું હોય કે સતપંથ ધર્મ શું છે? એનું મૂળ સ્વરૂપ તત્વ અને એની શીખામણ શું છે. જે લોકો સતપંથી હોવા છતાંય સાચારૂપમાં સતપંથને નથી જાણી શકતા કે સતપંથ ધર્મ શું છે.આ બ્લોગ આજ આવશયકતાનું પરીણામ છે.અને ખોટી રૂઢી વાદી માન્યતા અને બાધાઓમાં માનનારાઓ માટે એક સાચો પંથ બતાવનાર સતપંથ છે.આ બ્લોગ માં સન્ક્ષિપ્ત વર્ણન પણ છે અને સહિવસ્તાર વર્ણન પણ છે.આ માટેનું કારણ માત્ર આજના સમયની માંગ છે.જૂઠી વાતને જો હેરાફેરી કરીને સાચું દેખાડીને રજૂ કરે તો એક સાચા એવા માણસને પણ વિચારતો કરી મૂકે છે.એની સામે જે કંઇ પ્રસ્તુત કર્યુ છે.એ વાસ્તવમાં સો ટકા સાચુ તો નથી જ પણ કોઇ સીધા તોર પર ડટીને ખોટાને સાચુ કહીને પ્રસ્તુત કરે તો સોચવાવાળાના દિમાગ અને દિલ વ્યાકુળ થઇ જાય છે આ પ્રકારની વાતે હર નિષ્પક્ષ મનુષ્યની ભાંતિ મારા મનને પણ ડંખોળી નાખ્યું એટલે મેં સત્યને સામે લાવવા માટે આ બ્લોગ નો સહારો લેવાનું ઉચીત સમજયું મારો પ્રયાસ છે કે કોઇ એવી વાત ન લખાય કે જેથી કોઇની ધર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે.મને આશા જ નહી પણ યકીન છે કે આ બ્લોગ માં તમને એવી કોઇ વાત નહી મળે અને મારી વાતના પુરાવા માટે મેં આપણા સનાતન ધર્મનાં પુસ્તકો શાસ્ત્રો (વેદ, ઉપિનષદ, સ્મીરીતીઓ, ભાગવત કથા, મહાભારત, રામદેવ રામાયણ,દેવાયત પંડીત, વગેરે) પુસ્તકોનાં અધયન કરીને લખ્યું છે.
આ બ્લોગ ને પ્રસ્તુત કરવામાં મારા મિત્ર નરેશ ભાઈ ભાઠા એ મને સહયોગ આપ્યો છે તેઓનો દિલથી આભાર માનું છું.ફરી એક વખત ક્ષમા માંગુ છું કે મારાથી જાણે અજાણે કોઇ વાત ઉપર તમારી ભાવનાઓને ઠેસ લાગી હોય તો હું પૂર્વત: હી ક્ષમા માંગુ છું.જે ખોટી માન્યતાઓ અને રૂઢીગત સંકુચિત વિચારો અને રીતિરવાજો માંથી સતપંથીઓને હવે સાચો સત્નો પંથ મળે તે માટેનો એક નાનો સરખો પ્રયત્ન આ સાથે હું કરું છુ
લી . આપનો. નીતેશ છાભૈયા

2 comments:

  1. suresh nakrani12:22

    bahu saro prayash chhe satya ne same lava mate. tamaru khub khub dhanyavad

    ReplyDelete
  2. I HERTLY SALUTUE YOU,

    VERY POSSITIVE WAY TO TELL TRUE

    ReplyDelete