facebook

Sadguru shri imamshah maharaj jivan parichay

ગુજરાતમાં સતપંથ સનાતન ધર્મ સ્થાપનાર શ્રી સદગુરુ ઇમામશાહ મહારાજનો પરિચય


સતપંથ ધર્મ અનાદિ કાળથી ચાલતો આવેલો છે તેનુ અંતરંગ એક જ હોય છે. માત્ર તેનું બ્રહ્મસ્વરૂપ પિરિસ્થતી મુજબ દરેક વખતે બદલાય છે.સત્યુગમાં બ્રહ્મદેવે સ્થાપના કરેલો સતપંથ યુગધર્મ ત્રેતાયુગમાં તે વખતની પિરિસ્થિત પ્રમાણે ફેરફાર કરી વસિષ્ઠ મુની એ જગતમાં આગળ મૂકયો અને વ્યાસજીએ દ્રાપરયુગનો સતપંથ ધર્મ તે યુગ પ્રમાણે ફેરફાર સાથે મૂકયો.હાલ કળયુગમાં એ જ સતપંથ યુગધર્મ પરિસ્થિતિ મુજબ યોગ્ય ફેરફાર કરી યુગગુરૂ શ્રી ઇમામશાહ મહારાજે આ કળયુગમાં દુનિયા આગળ મૂકયો છે.આ રીતે સત્યુગ, ત્રેતાયુગ, દ્રાપરયુગમાં જગતનાં ઉધ્ધાર
માટે અનુક્રમે સદગુરૂ બ્રહ્મા,અમરતેજ,

 વસિષ્ઠમુની અને વ્યાસજી જે તે યુગમાં સદગુરુ થઇ ગયા.તેમ કળીયુગમાં સદગુરુ શ્રી ઇમામશાહ મહારાજ અવતર્યા છે અને એમના જીવનચિરત્ર વિશે શકય એટલી માહીતી આપીએ છીએ.ઇ.સ. ૧૪૪૦ નાં સમયમાં પંજાબના ઉચમૂલસ્થાન એટલે જ મૂલતાન ગામે શ્રી ઇમામશાહ મહારાજનો જન્મ થયો તે વખતે આ કૂળ દરેક રીતે આગળ પડતું સુશિક્ષિત અને સંસ્કારી હતું. વર્ષોથી તે કુળના લોકોને ધર્મ અને વેદશાસ્ત્રની સારી એવી માહીતી હતી.લોકોને ધર્મ ઉપદેશ કરી તેમને સન્માર્ગે લાવવા એ તેમનું મુખ્ય કામ હતું તે માટે તેઓ ગામેગામ ફરતા રહેતા તેમના દાદાનાં સમયથી તેઓ મૂલતાન ગામે રહેવા લાગ્યા અને પછી તે ભાગ્યશાળી પુરૂષના ઘેર ઇમામશાહ નામ ધારણ કર્યુ.

 સદગુરુ ઇમામશાહ મહારાજને ચૌદ વિદ્યાનું જ્ઞાન અને આત્મજ્ઞાન જન્મથી જ હતું ચારે વેદોનું પણ સંપૂર્ણજ્ઞાન હતું. પરંતુ લોકરીતી મુજબ તેમના પાલકપિતાએ તેમને નિશાળમાં ભણવા મોક૯યા. ઇ.સ. ૧૪૪૮ સાલની વાત છે. એક દિવસ પિતાપુત્ર બેઠા હતા ત્યારે તેમના પિતાએ શ્રી ઇમામશાહ મહારાજને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ ગુજરાતના લોકોને આપવા માટે જવાની રજા આપી.મુસાફરી માટે એક રથ જેવી બળદગાડીની સવારી અને સેવા માટે પોતાના પરમ શિષ્ય હાજરવીરને પણ તેમની સાથે મોક૯યા.પીતાની આજ્ઞાનું પાલન કરવા સદગુરુ શ્રી ઇમામશાહ મહારાજ પોતાન સેવક (હાજરવીર) સાથે ગુજરાત જવા નીક૯યા તે વખતે તેમની ઉંમર માત્ર આઠ વર્ષની હતી. સંવત ૧૫૧૫ ના કારતક વદ એકમનાં દિવસે સદગુરુ ઇમામશાહ મહારાજ હાજરવીર સાથે ડાંગપ્રદેશમાં જવા નીક૯યા ડાંગ પ્રદેશમાં ગીચ જંગલ અને મોટા કોતરો હતા તેથી ત્યાંથી જવુ જોખમી હતું ઇમામશાહ મહારાજે હાજરવીરને રથ ધીમે ચલાવવા કહયું. રથ એક કોતરમાં ઉતરવા લાગ્યો રસ્તો ભયંકર હતો અને દેખાતો પણ ન હતો હાજરવીર રસ્તો શોધવા ફાંફાં મારતા હતા એટલામાં એક લૂંટારો નજીક આવતો દેખાયો હાજરવીર ગભરાયા સદ્ગુરૂએ તેમને ધીરજ આપી સદગુરુ ના કપડા અને પોષાક જોઇ લૂટારાને લૂટવાનું મન થયું અને ધનુષ્યબાણ ચડાવી દોરીખેંચી સદગુરુએ ગભરાયા વગર અદ્ગશ્ય બંધનથી લૂટારાનાં હાથપગ બાંધી દીધા આ જોઇ લૂટારો ખૂબ ગભરાયો હવે જો આવી જ દશા આખી જીદંગી રહેશે તો મારા પરીવારનું ભરણપોષણનું શું થશે આ વિચારથી જ એ થરથરવા લાગ્યો આ લૂટારાનું નામ નાયો હતું.સદગુરુ દયા આવી અને બંધન ઢીલા પાડયા અને નાયો સદગુરુ પાસે જઇને દંડવત પ્રણામ કરવા લાગ્યો ત્યારે સદગુરુ બો૯યા નાયા આ પાપનું કામ શા માટે કરે છે.નાયો કહે છે કે મારા પરીવારનું ભરણપોષણ કરવા માટે કરૂં છું ત્યારે સદગુરુએ કહયું કે મહેનત મજુરી કરીને પણ પરીવારનું ભરણપોષણ કરી શકાય છે તો આ પાપ કર્મ શા માટે કરે છે.સદગુરુએ કહયું કે તારા પરીવારને પૂછી આવ કે આ પાપકર્મમાં તમે મારા ભાગીદાર થશો ખરાં? ત્યારે માંબાપ,છોકરા,પત્નીએ પણ ના પાડી દીધી. પછી નાયો નીરાશ થઇ સદગુરુ પાસે આવ્યો અને કહે છે. આ પાપકર્મથી મને બચાવો સદગુરુએ નાયાના મસ્તક પર હાથ મૂકીને પૂર્વજન્મની યાદ કરાવી અને નાયો ચોંકી ઉઠયો ને બો૯યો મારા પૂર્વજન્મમાં કરેલા ઘોર પાપનું ફળ ભોગવું છું.નાયો હાથજોડી સદગુરુ કહે છે મને હવે આ પાપ કર્મથી બચાવી લો.ત્યારે સદગુરુએ સતપંથ ધર્મનો ઉપદેશ આપ્યો અને કહયું કે હવે ગામે ગામ ફરીને આ સતપંથ ધર્મનો પ્રચાર કર એટલું કહી સદગુરુ આગળ રવાના થયા અને ચાંળોદ થઇ અવાખલ (જી- વડાદરા) ગામે જઇ આજુબાજુનાં લોકોને સતપંથ ધર્મનો ઉપદેશ આપી આગળ ગયા આ તરફ નાયાને ૧૨ વર્ષનાં તપથી અને સદગુરુ નિ કૃપાથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું પછી ગામેગામ તેઓ સતપંથધર્મનાં ઉપદેશ માટે ફરવા લાગ્યા.ફરતા ફરતા તેઓ ચરોતર જીલ્લાનાં વસો ગામે જવા નીક૯યા વસો ગામમાં કેશવલાલ નામનાં એક શ્રીમંત અને નીતિવાન ગ્રૃહસ્થ રહેતા હતા. એમને ત્યાં સદગુણી અને સંસ્કારી પુત્ર હતો એનું નામ ભાભારામ હતું. થોડા સમય પછી ભાભારામનાં માતાપીતા મુત્યું પામ્યા તેથી બધી જવાબદારી ભાભારામ પર આવી પડી હતી તે પોતાના પીતાની જેમ જ તીવ્ર બુદ્ધિસાળી અને ધાર્મિક વૃતિનોવાળો હતો.તેણે કાશીક્ષેત્રે એક ધર્મશાળા બંધાવી ત્યાં અન્નક્ષેત્ર શરૂ કર્યું.જેની નિશાની આજે પણ છે.એક દિવસ ભાભારામ દેવા ગામે ગયા ત્યાંથી વસો ગામ પાછા ફરતા હતા રસ્તામાં નાયાકાકાનો મેળાપ થયો સંતમહાત્મા ગમે ત્યાં અને ગમે ત્યારે ગમે તે વેશે હોય તો પણ તેમના તપોબળની સુવાસ છાની રહેતી નથી.સદગુરુ સંપર્કથી સંતનાયાકાકા પરમ પદે પહોંચેલા એક મહાન પુરૂષ હોવાથી તેમના દર્શનથી ભાભારામને પૂર્વજન્મનું જ્ઞાન થાય છે. અને પોતાના વાહનમાંથી ઉતરી નાયાકાકા પાસે જાય છે. ત્યારે નાયાકાકાએ ભાભારામને કહે છે કે હું એક પરલોક પંથી છું સન્માર્ગ ભૂલી હું આડે માર્ગે ચઢી ગયો હતો પણ સદગુરુ ઇમામશાહ મહારાજનાં દર્શનથી અને સતપંથના ઉપદેશથી સારા માર્ગ ઉપર આવ્યો છું એમ સંત નાયાકાકાએ કહયું પછી ભાભારામ મહારાજ નાયાકાકાને પોતાના ઘરે લઇ ગયા.ધણા દિવસ સુધી બન્ને વચ્ચે સત્સંગ અને ધર્મ વિષે ર્ચચા વિચારણા થઈ પછી નાયાકાકાએ શ્રી સદગુરુ ઇમામશાહ મહારાજે જે સત્પંથધર્મનો ઉપદેશ આપેલો તે કહયો નાયાકાકાએ સદગુરુ ના સ્મરણથી ભકત ભાભારામના માથા ઉપર હાથ મૂકયો હાથ મૂકતાં તરત ભકત ભાભારામને પોતાના પૂર્વજન્મની સ્મૃતિ થઇ તેમને હવે સદગુરૂના દર્શનની તાલાવેલી લાગી મને જલદી સદગુરૂના દર્શન કરાવો ભકત ભાભારામની સ્થિતિ જોઇ નાયાકાકાએ દિલાસો આપતા કહયું શાંત થાવ ચિંતા ના કરો હું પાપ કરનારો હોવા છતાં કેવળ તેમના દર્શનથી પિવત્ર થયો છું તમે તો ધર્મકાર્ય કરો છો માટે આપ મારી સાથે ચાલો આ તરફ ઇમામશાહમહારાજ ઓસાવર,જૂનાગઢ,ઘોઘા,ખંભાત,પંચમહાલ,પાવાગઢ,ચાંપાનેર અને વડોદરા થઇ દેવા ગામે આવ્યા હતા એ વાત નાયાકાકાએ અંતરજ્ઞાનથી જાણી તેમણે ભકત ભાભારામને કહયું તમારે જો સદગુરૂનાં દર્શન કરવા હોય તો હાલ દેવામાં છે.આ સાંભળી ભાભારામને ઘણો આનંદ થયો બંન્ને જણા દેવાગામે જવા નીકળ્યા સદગુરૂનાં મુકામે પંહોચ્યા ત્યાં તો અંતરયામી સદગુરૂ મહારાજ સામેથી મળવા આવ્યા નાયાકાકા અને ભાભારામ મહારાજ સદગુરૂને પગે લાગ્યા સદગુરૂએ તેમને દ્રઢ આલિંગન આપ્યું.સદગુરૂ ઇમામશાહ મહારાજે ભકત ભાભારામને મોક્ષમાર્ગ સંબંધી જ્ઞાન આપ્યું તેથી તેમનું મન સ્થીર થયું પછી તેઓ સદગુરૂની આજ્ઞા લઇ તપશ્વર્યા કરવા વનમાં ગયા નાયાકાકા પણ સતપંથનો ઉપદેશ આપવા માટે દેશદેસાવર નીકળી ગયા. આ તરફ સદગુરૂ ઇમામશાહ મહારાજ ફરતા ફરતા ગીરમથા ગામે આવી પહોંચ્યા આ ગામ અમદાવાદથી માત્ર ૧૫ માઇલ દૂર છે.ગીરમથા ગામમાં એક સૂકાભથ તળાવની વચોવચ પડાવ નાંખી ત્યાં તંબુ બાંધી રહયા અને હાજરવીરને ગામમાં પટેલ પાસે બળદ માટે ઘાસચારો લેવા મોક૯યા પટેલે હાજરવીરને કહયું કે અમારા પ્રદેશમાં સાત વર્ષથી દુકાળ પડયો છે એટલે ઘાસચારાની તંગી છે માટે તમને ઘાસચારો કયાંથી આપીએ ! જો સદગુરૂની કૃપાથી વરસાદ વરસાવી શકતા હોવ તો ઘાસ મળશે એવું પટેલે હાજરવીર ને કહયું આ પછી ચૂપચાપ હાજરવીર સદગુરૂ પાસે જઇને બેસી ગયા સદગુરૂ આ બધી પિરિસ્થતી જાણી ગયા છતાં હાજરવીરને પૂછયું કે ઘાસ લાવ્યા ?. હાજરવીરે જવાબ આપ્યો સાતવર્ષથી અંહી દુકાળ પડી રહયો છે ઘાસ કયાંથી હોય?. ત્યારે સદગુરૂઅઝ કહયુ જાવ પટેલને કહો કે આજે મધરાતે મુશળધાર વરસાદ પડવાનો છે માટે તમારા પશુ અને છોરું ને સાચવજો અને સાવધ રહેજો. આ વાત હાજરવીરે જઇને પટેલને કરી પછી પટેલે પોતાની પાસે સાચવેલા થોડા ઘાસચારામાંથી ઘાસ આપ્યું.પછી પટેલ વિચારે છે કે વાદળ નથી તો વરસાદ કયાંથી પડવાનો? તેમને સદગુરૂનાં વચનમાં શંકા ઉપજી. મધરાત થતાં જ વાદળ ઘેરાવા લાગ્યા અને વીજળીનાં કડાકા સાથે જોરદાર વરસાદ પડવા માંડયો અને વેલજી પટેલનાં ઘર પર વીજળી પડતાં તેમના એકનાં એક દીકરાનું અવસાન થયું આ બાજું વરસાદને કારણે સાત સાત વર્ષનાં દુકાળ તળ્યા પણ પોતાના એકનાં એક દીકરાનું મરણ થતાં પટેલની ખુશી દુ:ખમાં ફેરવાય ગઇ. સ વાતની જાણ થતાં સદગુરૂ પટેલને ત્યાં ગયા અને પટેલનાં અવસાન પામેલા દીકરાને સજીવન કર્યા અને સાત વર્ષનાં દુકાળ પણ દૂર કર્યા ત્યારથી આ ગામનાં લોકો અને વેલજી પટેલે સદગુરૂ પાસે સતપંથ ધર્મનો ઉપદેશ લઇ પાળવા લાગ્યા.
પાંડવો નાં વનવાસ દરમ્યાન જયાં કુંવારીકાક્ષેત્ર આવેલું છે તે સ્થાનની પાસે સદગુરૂ ફરતા ફરતા આવી પંહોચે છે. દ્રાપરયુગમાં શ્રીકૃષ્ણભગવાન આ કુંવારીકાક્ષેત્ર (હાલનું પીરાણાધામ)ની રક્ષા માટે પોતાની યોગમાયાથી એક વીકરાળ સિંહ નું નિર્માણ કરી તેને આજ્ઞા આપેલી હતી કે તારે આ સ્થાનનું અને પાંડવોનું રક્ષણ કરવું.થોડા વખત પછી પાંડવો વિરાટ નગરી ચા૯યા જશે ત્યાર પછી પણ તારે અહીં રહી આ કુંવારીકા ક્ષેત્રનું રક્ષણ કરવું કારણ કે કળયુગમાં જયારે વિષ્ણુ ભગવાન દશમો અવતાર શ્રી નિષ્કલંકી નારાયણ નામથી અવતાર ધારણ કરશે ત્યારે બ્રહ્મા સ્વરૂપે સદગુરૂ ઇમામશાહ મહારાજ આવશે ગીરમથા ગામથી તે તીર છોડી તારો જમણો કાન વિંધશે અને તે તીર જમીનમા. જશે ત્યારે તુ તારી ફરજમાંથી મુકત થશે.અને જયાં તીર જમીન ઉપર પડશે તે સ્થાન કુંવારીકાક્ષેત્ર તરીકે ઓળખાશે. અને તે જ કળયુગનું ક્ષેત્ર થશે.ત્યાં સદગુરૂ મંદિર બાંધશે.વિષ્ણુ ભગવાનના પહેલા મચ્છ અવતારમાં બ્રહ્માજીનાં ચાર વેદની ચોરી કરી શંખવાનામનો રાક્ષસ સાતમાં પાતાળે ધરતીમાતાના શરણે ગયો હતો મચ્છ અવતાર રૂપે વિષ્ણું ભગવાન શંખવાને પકડવા માટે પાતાળે ગયા અને ધરતીમાતાને કહે છે કે બ્રહ્માજીનાં ચાર વેદની ચોરી કરી શંખવો આવ્યો છે. તેને મને સોંપી દો ત્યારે ધરતીમાતા કહે છે કે મારી સાથે લગ્ન કરો તો તમારા ચોરને હું આપીશ ત્યારે વિષ્ણું ભગવાને વચન આપ્યું કે તમારી સાથે લગ્ન કરીશ પણ હમણા નહીં જયારે મારો કળયુગમાં દશમો અવતાર નિષ્કલંકી નારાયણ સ્વરૂપે થશે ત્યારે કરીશ ત્યારે ધરતીમાતાએ શંખવાને આપ્યો હતો. આ તરફ વેલજી પટેલનાં પુત્રને સજીવન કરી સાત વર્ષના દુકાળ ટાળ્યા એટલે ગામલોકો અને વેલજી પટેલે સદગુરૂને વિનંતી કરી કે તમારી ઈચ્છા હોય તે જણાવો.ત્યારે સદગુરૂ ઇમામશાહમહારાજે મંદિરનાં નિર્માણ માટે જગ્યાની માંગણી કરી.અને કહયું કે હું ગીરમથાના તળાવમાં જયાં તંબુ હતો ત્યાંથી તીર છોડીશ અને જયાં આ તીર પડશે ત્યાં હું મંદિરનું નીર્માણ કરીશ. આમ કહી સદગુરૂ ઇમામશાહ મહારાજે તીર પિશ્વમ દિશા તરફ છોડયું ત્યારે શિંહ ડાબા પડખે સૂતો હતો એનો જમણો કાન વીંધી તીર જમીનમાં ઉતરી ગયું ઇજા થવાથી શિંહ એકદમ ચોંકી ઉઠયો પણ જમણો કાન છેદાવાથી તેને ભગવાન શ્રીકૃષ્ણનાં વચનનું સ્મરણ થયું અને ઉભો થયો અને આજુબાજુ જોવા લાગ્યો અને બો૯યો ધન્ય છે આજની આ ઘડીને કે મને સદગુરૂનાં દર્શન થશે.થોડીવારમાં સદગુરૂ ઇમામશાહ મહારાજ અને ગામજનો ત્યાં આવી પહોંચ્યા સદગુરૂને આવતા જોઇ શિંહ નમીને ઉભો રહયો. સદગુરૂ શિંહ પાસે ગયા શિંહનાં શરીર ઉપર હાથ ફેરવ્યો.એટલે શિંહ ની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા સિંહે સદગુરૂને પ્રણામ કર્યા તેમણે શિંહ ને નીજધામ જવાની રજા આપી સિંહે સદગુરૂને ફરીથી પ્રણામ કર્યા અને સાથે આવેલા ગામ લોકોને નિહાળી લઇ પોતે રજા માંગે એવો ભાવ કર્યો અને શિંહ એકદમ અદ્રશ્ય થઇ ગયો. ગામ લાકો આ જોઇ સદગુરૂની જય બોલવા લાગ્યા ત્યાર પછી સદગુરૂએ ત્યાં મંદિર બંધાવ્યું અને ત્યાં રહેવા લાગ્યા.એ ધામનું નામ છે પ્રેરણાપીઠ પીરાણા ત્યાં નિષ્કલંકી નારાયણ ભગવાનનાં કુંવારીકા ધરતી સાથે લગ્ન થશે.કુંવારી ધરતીના આજની તારીખે પણ દર્શન ત્યાં થાય છે.આ તરફ નાયાકાકા ગામે ગામ પ્રચાર કરતા કરતા ૨૪ વર્ષ થઇ ગયા અને ચલોતરનાં પેટલાદ તાલુકામાં આવ્યા ભાભારામ મહારાજ તપ કરતા હતા ત્યાં તેમને મળવા જવા નાયાકાકા નીક૯યા સતત ૨૪ વર્ષ તપ કરવાથી ભાભારામ મહારાજનું શરીર સુકાઇ ગયું હતું છતાં તે જ અિપ્રતમ હતું તપશ્વર્યા દરમ્યાન ધર્મથી માનેલી વડીલ બહેન સાધ્વી કીકીબાઇ સેવા કરતી અને પોતે પણ ભિકતમાં રસમગ્ન રહેતી હતી.નાયાકાકાને આવતા જોઇ બંન્ને સંતો ભેટી પડયા અને આંખમાં આનંદના આંસુ આવી ગયા પછી તેમણે ચર્ચા વિચારણાનાં અંતે સદગુરૂનાં દર્શન કરવા જવાનો વિચાર કર્યો સાધ્વી કીકીબાઇને લઇ પીરાણાના તરફ ચાલતા જવા લાગ્યા સદગુરૂનાં નામનો જયઘોષ બોલતા બોલતા પીરાણા આવી પહોંચ્યાં. સદગુરૂ ઇમામશાહ મહારાજ તેમને તેડવા માટે સામે ચાલીને આવે છે.એ જોઇ ત્રણેય સંતો પરમ હિર્ષત થયા સદગુરૂનાં દર્શન થવાથી ત્રણે જણાને અિત આનંદ થયો બીજા દિવસથી તેમને સદગુરૂએ બ્રહ્મ ઉપદેશ આપવાનુ શરૂ કર્યુ.એટલે સંત નાયાકાકા ભકતભાભારામ સાધ્વી કીકીબાઇ પૂજય શાણાકાકા કે જેઓ અ સમયે મંદિર નિર્માણમાં મહત્વનું યોગ દાન આપેલ હતું અને સદગુરૂ ઇમામશાહ મહારાજ સાથે જ મંદિરમાં રહીને તેના વહીવટી કામ કાજમાં મદદ કરતા હતા એ બધા સેવકોને ઇમામશાહ મહારાજે એક દિવસ પોતાની પાસે બોલાવી અને કહયું હવે મારો જવાનો સમય થઇ ગયો છે માટે હું તમને જે વરદાન આપુ છું તે તમે પાળજો.અને હવે હું સમાધી લેવા માંગુ છું તેથી ઇ.સ. ૧૫૦૦નાં અરસામાં એટલે સંવત ૧૫૫૭ માં પોતે બંધાવેલા મંદિરમાં સમાધિ બાંધવાનું શરૂ કર્યુ. પછી સદા સંગે રહેનાર હાજરવીરને કહયું કે મારા સમાધિષ્ઠ થયા પછી થોડાજ દિવસમાં તમારૂ દેહાવસાન થશે ત્યારે મારી સમાધિ થી વીસ ડગલાં છેટે તમારી સમાધિ બાંધવામાં આવશે.લોકો પ્રથમ તમારી સમાધિ ને નમસ્કાર કરી પાનફૂલ અર્પણ કરશે અને પછી મને પાનફૂલ અર્પણ કરી નમન કરશે.તમારી સમાધિ ખુલ્લા માં રહેશે અને ગમે એવી ગરમીમાં પણ તમારી સમાધી શીતળ (ઠંડી) જ રહેશે.પછી સદગુરૂએ નાયાકાકાને બોલાવી કહયું તમારે કાનમ જીલ્લા માં કુકસ ગામે જઇને એક મંદિર બંધાવી ત્યાં રહેવું અને ઘી અંખડ દીવો બળતો રાખવો છતાંય તેને કાજળ બીલકુલ આવશે નહીં.કાયમ સદાવ્રત રાખી હજારો લાખો માણસો તમારો ઉત્સવ ઉજવશે.પછી સદગુરૂએ સંત ભાભારામ અને સાધ્વી કીકીબાઇને કહયું હે પરમ પ્રિય ભકત જનો તમારી તપશ્રર્યાનાં ફળ તરીકે ભકતભાભારામે દેવાગામે મંદિર બાંધવું અને તે ગામની નજીકનાં રૂણ ગામે સાધ્વી કીકીબાઇએ મંદિર બાંધવું અને એમાં અખંડ જયોત સળગાવવી એ જયોતમાં પણ કાજળ આવશે નહી.તમારે ત્યાં યાત્રાળુઓથી મેળા ભરાશે અને અન્નક્ષેત્ર પણ ચાલુ રહેશે તમારા ભંડારમાં કોઇપણ વસ્તુ ખૂટશે નહી.પૂજય શાણાકાકાએ પણ જીદંગી સુધી ગુરૂસેવા કરી હતી તે સેવાનાં ફળ રૂપે ગુરૂજીએ પોતાની હયાતીમાં સ્થાપના કરેલા મંદિરમાં પૂજા પાઠ કરવા અને સંસ્થા ચલાવવા માટે અને તે પ્રમાણે એ સંસ્થા ચલાવવા માટે અને આખી સંસ્થાનાં વહીવટ કર્તા નીમ્યા અને તે પ્રમાણે એ સંસ્થા (પ્રેરણાપીઠ)નો વહીવટ ચલાવવા માટે બ્રહ્મચારી ગાદીપિતિ પરંપરાગત ચાલુ રાખવી.એવું પૂજય શાણાકાકાને કહી બધાને આશીર્વાદ આપ્યા.પછી સદગુરુ પોતે બંધાવેલા મંદિરમાં સમાધિષ્ઠ થયા.સમાધિષ્ઠ થયાં ત્યારે તે સ્થાન પાસે એક દિવ્ય જયોતી સ્વરૂપ પ્રગટ થયું તે તેજોમય જયોતી સ્વરૂપ બધેય વ્યાપી રહયું એ દિવ્ય જયોતિ (અખંડજયોત)નાં પ્રત્યક્ષ દર્શન કરનારા એ પાંચે શિષ્યોને સમાધિમાંથી નીકળતા મધુર ગાનમાંથી એક દિવ્ય વાણી સંભળાઇ એનો સારાંશ એ હતો કે મારા વહાલા સતપંથી સદભક્તો તમારૂ કાર્ય પૂર્ણ કરજો દશમો અવતાર ભગવાન શ્રી નિષ્કલંકી નારાયણ સ્વરૂપે આ કળીયુગનાં અંતે જયારે પ્રગટ થશે ત્યારે આપણા બધાનો ફરીથી મેળાપ થવાનો છે.જે ભકતોને મારા દર્શનની ઇચ્છા હશે તેમને મારા દર્શન હંમેશા થતાં રહેશે હું સમાધિષ્ઠ થયા પછી પણ કળીયુગનાં અંત સમય સુધી પ્રેરણાપીઠ પીરાણામાં અને દરેક સદા સતપંથી ભકતો સાથે જ છુ માટે તમને આપેલા સત્પંથના. જ્ઞાન મુજબ આચરણ કરી લોકોને ઉપદેશ આપી આત્મ જાગૃતિ કરો.મહારાષ્ટ્રમાં પણ સતપંથ સનાતન ધર્મને વિકસાવનાર બ્રહ્મલીન આર્ચાય શ્રી જગન્નાથ મહારાજએ વિકસાવ્યો છે. એમના પછી જે અધુરા કાર્ય હતા તે મહારાષ્ટ્રમાં આવેલા ફૈજપુર મંદિર નાં વર્તમાન ગાદીપતિ જર્નાદન મહારાજે મહારાષ્ટ્રનાં જ નહી પણ ગામે ગામ અને દેશ પરદેશ ફરીને સત્પંથ ધર્મનો ઉપદેશ અને કળીયુગમાં એના મહત્વનો પ્રચાર પ્રસાર કર્યો છે.

14 comments:

 1. Anonymous21:52

  સંજય ભાઈ તમારા બાપ દાદા બધા જ સતપંથી હતા સતપંથ ધર્મ પાડતા આહાર સુદ્ધ સાત્વિક લેતા હતા તમે સતપંથ છોડ્યો ને આજ તમારી સુ સ્થિતિ હે વિચાર કરો બાકી આવા ખોટા આરોપ સજ્જન માણસ ને સોભા ન દે બોલવા થી પેહલા વિચારી ને બોલતા જાઓ

  ReplyDelete
 2. Bolo sadguru dev ki jay..!!
  my self Rajnish Dholu
  from: Dahegam.
  i am very happy when i know that the satpanth prakashan website was published.
  this is my request that plz post the totaly pirana's and Niskalanki Narayan's Arti video,
  so that the everybody watch this video.

  ReplyDelete
 3. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 4. રોહિત ભાઈ બીજા ના કોર્ડન માં આવ્યા કરથી એક વખત પીરાણા માં જઈ ને જોઈ લો

  ReplyDelete
 5. Hi,
  All satpanthi are Muslim,
  They are following Vadik or Sufi dharam.

  ReplyDelete
 6. prakash21:16

  અઝહર ભાઈ સતપંથ મુસ્લિમ ધર્મ નથી કારણ કે વેદિક ધર્મ નું અનુસરણ કરવા વાળા મુસ્લિમ ધર્મ ન પાડે અને તમે પોતે કબુલ કરો છો કે સતપંથ વેદિક (હિન્હું )અને સુફી ધર્મ છે

  ReplyDelete
 7. Thanks for reply,
  I am Descendant of Imamshah bava, and i know what is in satpanth,
  Satpanth is a combination of 4 ved and Quran.

  ReplyDelete
 8. અઝહર ભાઈ સત્પંથ અથર્વવેદ ના હંસ નાદ ઉપ્નીશેદ ઉપર આધારિત છે જે સંકર ભગવાને ઉમા પાર્વતીજી ને સંભળાવ્યું હતું ઈમામશાહ બાવા ની શિક્ષા પત્રી નું અધ્યન કરી જોવાનું મેં કુરાન નું અધ્યન નથી કર્યું પણ સત્પંથ અને હિંદુ શાસ્ત્રો શ્રી ગીતા, ભાગવત, મહાભારત, હન્શનાદ ઉપ્નેશેદ, રામદેવ રામાયણ જેવા હિંદુ શાસ્ત્રો નું થોડુક અધ્યન કર્યું છે અને આ હિંદુ ધર્મ આ આસ્થા વાળા લોકો નું બ્લોગ છે જય ગુરુદેવ

  ReplyDelete
 9. surat na loko ne pirana ma gurudev ni seva kar va mate no moko malto nathi

  ReplyDelete
 10. As one who was born into an Ismaili family, I am well aware that transition from what has been ingrained since childhood to THE TRUTH, is a struggle.
  SANATANA DHARMA IS THE ETERNAL TRUTH i.e. DIVINELY REVEALED TRUTH.
  The Satpanth Tariqa of the Ismailis or Imam Shahis is an "innovation".
  YOU DECIDE. Ever soul is a Paramahansa. Hansa i.e. The White Swan, can distinguish between milk and water or truth and error.
  HARIH OM

  ReplyDelete
 11. Satpanth means true path.Satpanth is not like other religions where people perform rituals in the place of worship to please god.satpanth is not ritual but spiritual where ultimate goal is to get enlightened(moksh).It is based sufism concept Of zikr( jaap) by the name given by murshid or guru it is called ismeazam or gurumantra.Founder of sath panth was pir sadardin & hasan kabirdin carried on the good work .Imamshah youngest son of kabirdin took on himself to spread the satpath marg.satpanth's sthapna was for the purpose of purification of soul by practicing meditation & zikr (ajampia jap).which leads to vairagya (detachment) & elimination of evils like kaam ,krodh lobh moh & irsha which are a grave hindrance in in the way of salvation. Satpanth is the ideal means for self realisation which leads to hakikati samaj that is knowledge of absolute truth.Though i find myself lucky to be satpanthi ismaili as i happened to read ginan of pirs & get inspiration for spiritual unnati i fail to understand how after such a long gap of Hundreds of years after the pirs era (imam islam shah) hasanali shah ,agakhan 1st appeared in sindh from iran & convinced satpanth jamat that he is the imam of the time & he had no murids where he came from!!!.

  ReplyDelete
 12. With great regret i mention that satpanthis of today (ismalis,patidar satpanthis etc.)have become ritualistic like any other sect. AkbarAli lakhani

  ReplyDelete