facebook

Satpanth vaidik dharm chhe

(૮)સતપંથ વૈદીક ધર્મ છે
સતપંથ વેદ ના આધાર વાળો ધર્મ છે કેમકે આ બધા શાસ્ત્રેા એના પુરાવા કરે છે આપણા નારાયણ પરમાત્માને જયારે સૃસ્ટી ની રચના કરવાની ઇચ્છા થઇ ત્યારે નારાયણ સ્વરૂપે જળમાં ઉત્પન્ન થયા છે નારાયણ એટલે જળ.એનું પ્રમાણ ઉપિનષદોમાં બતાવ્યું છે. કે આપણા પરમાત્માએ રૂપ લીધા છે.નિલ,અનીલ,શુન,શાન,નાન,જ્ઞાન,મયાન,નુર,તેજ,જલ,કમલ,કેદમ,આદ,બુંદ,નાદ બુદ ગજ તત્વ,પ્રેમ તત્વ અને આદ પુરૂષ આદ પુરૂષથી ઓમકાર ૐ ઓમકાર માંથી ચારવેદનો પ્રકાશ,આદ પુરૂષની નાભીમાંથી સદગોર બ્રહ્મા ઉત્પન થયા અને બ્રહ્માજીના ચાર
મુખ હતા.ચારે મુખથી ચારે વેદનું પરીપાઠન કર્યું છે.અને ઇ કમળમાંથી ઉત્તપન્ન થયા એટલે બ્રહ્મા વિષ્ણું અને મહેશના ચીત્ર અત્યારે કમળ ઉપર બતાવ્યા છે.ત્યારે આ પૃથ્વીમાં જળ હતું, પ્રથમ પરમેશ્વર પ્રવાહે જળે સાગરા ત ઇ હંસનું રૂપ ધારણ કર્યું હંસા અવતાર નારાયણે પહેલા લીધો હતો.એના માટે અર્થવવેદનો હંસનાદ ઉપિનષદ કર્યો છે.નાદ એટલે આવાજ પહેલું જ મુખ ખો૯યું ત્યારે ૐ શબ્દ નીક૯યો હતો અને ચાર વેદનું પ્રકાશન બ્રહ્માજીએ કર્યુ છે. અને બ્રહ્માજીએ ધર્મના નિમ કર્યો છે વેદ સુધી પહોંચવાના અને વેદના નીમ પાળે તો ૐ કાર સુધી પહોંચી જાય અને ૐ કારમા સમાવેશ થયો એટલે નારાયણને મળી જાય એટલે વેદ ધર્મની કિમત બતાવી છે અને હંસનાદ ઉપનીષદ અર્થવવેદ નો છે કોણ બો૯યા છે ભગવાન શંકર બો૯યા છે.ભગવાન શંકર ગૌરી પાર્વતીને હિમાલયમાં લઇ ગયા અને અમર કથા સંભળાવી અમર મંત્ર દીધો છે.અને જે મંત્ર બો૯યા હતા ઇ હંસનાદ ઉપિનષદ છે.શુકદેવજી મહારાજનાં શિષ્યે આ વર્ણન કર્યુ છે.ભગવાન શંકર ગૌરી પાર્વતીને હિમાલયમાં લઇ ગયા અને િહમાલયમાં જઇને ત્રણ વખત તાળી પાડીને શંખ વગાડયો એટલે હિમાલયમાં જમીન ઉપર જીવ ન હોય આકાશમાં પક્ષી હોય બધા જ પક્ષી ઉડી ગયા ત્યારે પોપટનું ઈંડુ રહી ગયું અને આ જયાં અમર મંત્ર તેણે સાંભળયો ત્યારે પાર્વતી નીંદ્રાધીન થવાથી હોંકારો આપવામાં પડેલ ખામીથી,પોપટનું ઇંડુ સેવાઇ રહયું અને તે બચ્ચાએ આ શિવનાં મહામંત્રથી અમરતા પ્રાપ્ત કરી હોકાંરો દીધો અને જયારે આ મહામંત્ર ઉપદેશ આ ઇન્ડજ ખાણનો અદ્યમ જીવાત્મા ચેતી જવાના કારણે શિવજી તેની પાછળ ગયેલ અને પૂરા રૂપે જળમાં પ્રવેશ કરીને ભગવાન વેદવ્યાસનાં પત્નીનાં ગર્ભમાં દાખલ થયા અને સોળ વર્ષ ગર્ભવાસમાં રહયા એજ શુકદેવજી આ મહામંત્રના પ્રભાવથી શિવનો અંશ ગણાઇ ગયા તેઆ મહાન શિવ મહામંત્રનો પ્રબોધ અત્યારે પણ ચાલુ છે તે આ શિવ મહામંત્ર આ પાટ પૂજામાં )ઘટપાટપૂજા(માં પ્રસ્થાન પામેલ છે.જે સદા સુકાને લીલું અને મરેલને સજીવન કરે છે.આ પાટ પૂજા સતધર્મ (સતપંથ) અથવા મહાધર્મ અથવા નીજયાધર્મ અથવા અથવા સનાતન ધર્મ જે એકરૂપ છે.આ પૂજામાં જયોતી સ્વરૂપે નારાયણની પૂજા થાય છે અને આ પૂજામાં માં વશુંધરા(પૃથ્વી) તેત્રીશ કરોડ દેવતા (બ્રહ્મા,વિષ્ણું અને મહેશ) આવે છે એમ સદગુરૂ શ્રી ઇમામશાહ મહારાજ એ કહયું છે. અને આ વાત ભગવાન વિષ્ણુંનાં ૨૪માં અવતારમાંના એક રામદેવપીરએ પણ કહી છે. (જુઓ રામદેવ રામાયણ પેજ નં ૪૮,૪૯) (રામદેવપીરનું ફરમાન દરેક માસની સુદ બીજે જે સ્થળે પાટ પૂજા મંડાશે ત્યાં હું હાજર રહીશ આ મારું સિધ્ધ વચન છે.)રામદેવ રામાયણ પેજ ૯૧ અને ૧૯૭).

3 comments:

  1. pradeepnathani15:52

    This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. HARSHUKH21:38

    PRADEEP BHAI KUVA MATHI BARE AAVI NE JUVO. TAMARI HALAT KULA NA DEDKA JEVI CHHE JENE AEM LAGE KE DUNIYA ATLIJ CHHE.ANE TAMNE SVIKAR KARVA NU NATHI KEHTA AATO JAGJAHER CHHE VALDAS MAHARAJ PAN PIRANA BAVA NA DARSAN MATE GAYA HATA ANE 3000 SANTO MAHANTO AANE MANYATA AAPI CHHE. HINDU DHARM MA TAMARI HESIYAT CHHE.TAMNE AEM LAGE CHHE KE TAME VISAVA HINDU PARISAD THI MOTA CHHO

    ReplyDelete
  3. pehla tamaru naam janavso? ane aghnat kahe chhe means

    ReplyDelete