આઈ શ્રી સતી રૂડી માતા aai shri sati rudi mata
કસોટી
સતી માંની સમાધી ની યાત્રા
વિગ્ન
આમ ગામની શેરીઓ વટાવી ને વેલડું વથાણ માં આવ્યું, એહી એકાએક વેલ ના બળદ થંભી ગયાં વડી પાછું વિગ્ન આવ્યું સતીમાને વાત નો અંદાજ આવી ગયો એમને પરમાત્માનો, અને નિષ્કલંકી નારાયણ નું ધ્યાન ધર્યું પછી પતિ નું મસ્તક ઓશિકા પર રાખી ને વેલ માંથી નીચે ઉતર્યા પછી લીંબડાની અને જાળ ણી એક એક ડાળ થી અને પાણી ભરેલો લોટો મંગાવ્યા બને દાને ડાળખીયો લોટા માના પાણી માં બોળી બળદો અને વેલ પર ફેરવી ને પ્રભુ ઇસ્મરણ કરી વિજ્ઞ દુર કરવાની પ્રાથના કરી પછી પાણી અને ડાળખીઓ ચારે દિશા માં ફેકી આમ કરવા થી અવરોધ હતો એ દુર થયો અને વેલડું ફરી ચાલવા લાગ્યું (આ અવરોધ કે મેલી વિદ્યા સંબંધી પર અને લોક વાયકાઓ છે પરંતુ ઈતિહાસ ના અંશ ને હાની ન પોહ્ચે એટલા ખાતર જણાવવી યોગ્ય નથી) ફેરી એક વાર સતી માનો જય જયકાર વર્ત્યો વેલડું આગળ આગળ વધવા લાગ્યું વિરાણી જવા ના વાટે ગામ નિ વાડીઓ વટાવ્યા પછી વેલડું બહાર ના સ્થળે પોહ્ચ્યું ત્યાં સતી માએ થોભવાની આજ્ઞા આપી આજે જેમાં આઈ શ્રી રૂડી માનું સ્થાનક છે એજ સ્થળે વેલડું થોભાવ્યું આ સ્થળે સમાધિ તૈયાર કરાવી એ પછી સતી માએ પોતાના રામાણી પરિવાર ને નજીક બોલાવી આશીર્વાદ આપ્યા ને પોતાના કેટલાક બોલ નું પાલન કરવા આદેશ આપ્યો.
એમના એ બોલ આ પ્રમાણે હતા.
૧:- દર અજવાણી ચૌંદશ નિ વાયણી વાપરવી તે દિવસે બીજા વર્ગ ને કસું પણ આપવું નહિ. દુઝણું જે હોય તેનું દૂધ એક ટંક વાયણીમાં વાપરવું અને નીયાણી જમ્યા પછી પ્રસાદ લેવો.
૨:- મારા પરિવાર ના ભાઈ બહેનોએ લીંબડા તેમજ જાળનુંદાતાન કરવું નહિ કેમકે આ બેઉ વૃક્ષોનિ મને છેલ્લે સાથ આપેલો છે. મારા તમારા માટે એ પૂજનીય છે.
૩:- મારા પરિવારના ભાઈઓ તથા બહેનો જે કોઈ હોય તે મારા નામનો જેને હાથ ફેરવશે તો એના પેટ અને માથાના દુ:ખાવામાં આરામ થઈ જશે.
૪:- મારા પરિવારનું જે કોઈ નાનું મોટું બીમાર પડે તેને માની માનતા માની મારા નામનો પ્રસાદ કરાઓમાં વહેચી આપવો.
૫:- મારો દિવસ વર્ષ માં એક દિવસ અષાઢી બીજ નક્કી કરવો. અષાઢી બીજ કચ્છી નવું વર્ષ પણ છે. તે દિવસે મારી સમાધિ પર ધજા તથા સિંદુર, ઘીનો દીવો, અગરબતી, શ્રીફળનો પ્રસાદ ચડાવી દર્શન કરી જવા અને મારી ખીર લઈ જઈ ઘેર જઈ પાણી માં નાખી, પાણીનો છાંટો ચોફેર નાખી દેવો. આટલું કરવાથી કાયમ સુખ- સમૃદ્ધિ રહેશે
.
આજ થી આશરે ૨૦૮ વર્ષ પેહલા નખત્રાણા (કચ્છ) માં રામાણી પરિવારમાં અરજણબાપા લડાઈ માં વીરગતિ ને પામ્યા. અરજણ બાપા નું અવસાન થતા સૌ કુટુંબ જનો ભેગા થઈ ગયાં. સર્વો નિ સમક્ષ આઈ શ્રી સતી રૂડી માતાએ પતિ પાછળ સતી થવા નો પોતાનો નિરધાર જાહેર કર્યો. રૂડી માતાઓ આવો નિરધાર જાહેર કરતા સર્વે જનો ચોંકી ઉઠયા. અને અન્ય સમાજો ના ભોમિયો ને પણ બોલવા માં આવ્યા. તે સમય કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ કૃષિ કર્મ અને લડાઈ એમ બને કાર્ય કરતી હતી. એટલે તે છત્રીય અને વૈશ્ય એમ બને વર્ણ માં ગણાતી હતી.
એટલે છત્રીય જ્ઞાતિ ના આગેવાનો તરફ થી રૂડી માતા નિ પતિ પાછળ સતી થવાના ફૈસલા નો વિરોધ જાહેર કર્યો અને કહ્યું કે અમે કોય કાળે એમ થવા નહિ આપીએ. સમાજ ના ભોમીઓના આટલા સખત વિરોધ છતાં આઈ શ્રી રૂડી માતા પોતાના નિરધાર માંથી સ્હેજ પણ ચલિત થયા નહિ. આ બાજુ સમાજ ના મુખીઓ આગેવાનો પણ આછા પડે તેમ ન હતા. પણ આઈ શ્રી સતી રૂડી માતા એક ના બે ન થયા. આખરે એક ઘોડા દ્વારા નખત્રાણા થી ભુજ રાજશાહી ને સંદેશ થી રૂડી માતા નિ સતી થવા માટે પરવાનગી નો સંદેશ મોકલવામાં આવ્યો. અને રાજશાહી અને છત્રીયો દ્વારા સંદેશ આવ્યો કે રુડી માં, આપની સતી થવાની આટલી તીવ્ર ઈચ્છા છે તો અમારી એક સરત પૂરી કરી આપો. આપે ગામ નિ સમક્ષ એકાદ પરચો દેખાડવો પડશે. આપ જો પરચો દેખાડી આપસો તો પછી અમે આપની ઈચ્છા નિ આડે નહિ આવીએ: રાજીખુશીથી અમારી મંજુરી આપીશું. ભુજ થી ઘોડા થી મોકલેલ સંદેશ નો પરચો દેખાડવાનો પ્રસ્તાવ સાંભળીને એકઠા થયેલા ગામ લોકોના સમુદાયમાં સન્નાટો છવાઈ ગયો. પરચો દેખાડવો એટલે શું એની લોકો ને બરાબર જાણ હતી.
તે સમય કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સંપૂર્ણ પડે સતપંથ સનાતન ધર્મ નિ અનુયાયી હતી. અને જ્ઞાતિ માં અનેક સંતો થઈ ગયાં જે પ્રગટ પરચા આપતા હતા. પણ જ્ઞાતિ માં કોઈ સતી થયા ન હતા. સતી માં કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ માં પીરાણા પંથ અને તેના ગુરુ ગાદી પરમ્પરા ચાલતી હતી સતી માતા ને પણ પોતાના ગુરુ અને સદગુરૂ શ્રી ઈમામશાહ મહારાજ પર અતુટ શ્રદ્ધા હતી. કશુંક અસામાન્ય બનવાનું જ છે એવી આકાંક્ષાએ ધીમે ધીમે વાત ફેલાવા માંડી. વધુ ને વધુ લોકો એકઠા થવા લાગ્યા. સતના પારખા થવાના હતા ને ? એના સાક્ષ બનવાનું સદભાગ્ય કોઈ ચુકે નહિ. સીતાજી હોય કે સાવિત્રી હોય, મીરાબાઈ હોય કે નરસિંહ મેહતા હોય, દરેક સત્પુરુષોને તાવણીમાંથી પસાર થાવુજ પડ્યું છે. આ બાજુ પરચો દેખાડવાની વાત સાંભળી રૂડીમાંનું શરીર પણ તંગ થઈ ગયું. એમને અંત:કારણ માં વહી રહેલા સચ્ચાઈના ઝરણાનિ આડે અવરોધ આવી ઉભો. એમને માટે આ એક મોટો પડકાર હતો. એમની અગ્નિપરીક્ષા હતી. તત્ક્ષણ તેઓ અંતરમાં ખુબ ઊંડે ઉતરી ગયાં એવા સદગુરૂ બ્રહ્મા ના સાક્ષાત અવતાર સદગુરૂ શ્રી ઈમામ શાહ મહારાજ અને ભગવાન વિષ્ણુ ના દશમાં (૧૦) અવતાર ભગવાન શ્રી નિષ્કલંકી નારાયણ નું ધ્યાન ધરી સત્યની રક્ષા કાજે પ્રાથના કરી,
પરમ તત્વ ની પ્રાપ્તિ
પરમ તત્વ સાથે તદાકાર થઈ ગયાં કેટલોક સમય આ અવસ્થામાં રૂડીમાં રહ્યાં તે દરમિયાન એમનામાં ગજબનો ફેરફાર થવા માંડ્યો. એમનો ચેહરો દિવ્ય દીપ્તીથી ઝગવા લાગ્યો. જાણે એમના દેહના અણુએ અણુ ચેતન્યથી ઉભરાવા લાગ્યા. એમની પ્રાથનાનો પ્રત્યુંચર પરમ કૃપાળુ પરમાત્મા હકારમાં આપતા હોય એવી ભાસ્યું. હવે રૂડીમાં પરચા પૂર્વ પુરેપુરા તૈયાર થઈ ગયાં. રૂડીમાં મટી આઇશ્રી રૂડીમાં બન્યાં. એમને આંખો ઉગાડી લોક સમુદાય પર કરુણા ભરી દ્રિષ્ટિ ઠેરવી. જગતના પ્રત્યેક પદાર્થ સાથે આઈ શ્રી હવે એકરૂપ હતાં એના ભવ્ય પુરુષાર્થને મળેલો પ્રતિસાદ હતો. જીવન ભર સત્યને માર્ગે જનાર માનવ આત્માની આખરી આકાંક્ષા માટેની અનુકુળતા હતી.
આઈ શ્રી રૂડી માતા ના પરચા
આઇશ્રિએ પરચાનો પ્રકાર નક્કી કરી લીધો. લોકસમુદાયનિ વચ્ચે એમને છ મહિનાની વાછડી બોલાવી, આધસક્તીનું ધ્યાન ધરી એ વાછ્ડીના ડીલે પોતાનો હેતાળ હાથ ફેરવ્યો અને પચ્છી વાછડીને દોહવા બેઠાં. વાછ્દીએ દૂધ આપ્યું. એવા દૂધ થી તપેલી ભરાઈ ગઈ લોક સૌ અચરજથી મોમાં આંગળા ઘાલી ગયું આઈ શ્રી રુદીમાંતા નિ જય'નો ગગનભેદી નાદ ઉઠયો સર્વે મુખી અને ગામ ના આગેવાનો એ સતીમાને ફૂલહાર થી વધાવી લીધા.
ત્યાર પચ્છી સમુદાયે આઈ શ્રી ને હજુ એક વધુ પરચો દેખાડવા વિનંતી કરી. આઈ શ્રી રૂડી માએ પોતાના પગ નો ચૂલો કરી તેના પર દોહેલી વાછ્ડીના દૂધ ભરેલી તપેલી પગ ના ચુલા પર મૂકી. તેમાં સાકાર અને ચોખા નાખ્યા. તે પછી અગ્નિ દેવ અને આરાધ્ય દેવી નું આહ્વાન કર્યું જોત જોતામાં ધરતીમાંથજી અગ્નિ આપમેળે પ્રગટ થયો અને પગ માના ચુલા માં ભડ ભડાટ ભભૂકતા લાગ્યો આમાં આશ્ચર્ય એ વાત નો છે કે એથી આઈ શ્રી ના શરીર ના કોય પણ ઉંગ ને ઊની આંચ નજ આવી છતાં તપેલી મણી ખીર રંધાઈ ને તૈયાર થઈ ગયી, સતીમાએ પોતે પહરેલી પાલવ ચુંદડી ચીરીને તૈયાર થયેલી ખીર નિ તપેલી ઢાંકી દીધી અને કડછી મૂકી અને પછી જેટલા લોકો હાજર થયા હતા તે સઘળાને નાની તપેલી માંથી ખીરનો પ્રસાદ આપ્યો, આખું નખત્રાણા ગામ ભાવ વિભોર બની ગયું સતીમાનો જય જય કાર કર્યો અને આઇશ્રી રૂડી મને પગે પાડી ને માફી માંગી કે અમે અજ્ઞાની આપને ઓળખી ન શક્યા અમારા અપરાધ માફ કરી દો અમે આપની કસોટી કરી માટે અમને છમાં આપો, આપ તો ખરે ખર પતિવ્રતા સાધ્વી સતી છો , આપ અમારા સૌનું રક્ષણ કરો, સતીમયે પણ સૌ ને છમાં આપી આઈ શ્રી રૂડી માની સતી થવા નિ અંતિમ ઈચ્છા નિ આડેથી સર્વ અંતરાય દુર થયા . ગામ લોકોએ હવે સહર્ષ સંમતિ આપી .
સતી માંની સમાધી ની યાત્રા
ગામલોકોએ જાતે જ એક સુશોભિત વેલડું તૈયાર કર્યું. અને ધીંગા બળદોની શણગારેલી ઘુઘરિયા જોડ જોડી. વેલમાં બેસતા પેહલા આઇશ્રી એ પોતાના કંકુ રંગ્યા હાથ ના પંજાના થાપા ઘરની દીવાલ પર ચોડયા (એ થાપા ના નિશાન આજે પણ ગોપાલ જેઠા દાનાણી ના ઘર ણી દીવાલ પર હતા તે એ આજે પણ આઈ શ્રી રૂડી માં ના સ્થાનકે હાજર છે .એ હાથ ના પંજા તથા માતાજી ના દર્શન પૂજન માટે અનેક લોકો એમના દર્શન કરી કૃથાર્થ બને છે.) પછી સતી માં લોકો ના સતત જયનાદ વચ્ચે વેલ માં વિરાજ્યા સાથે અરજણબાપા નું શબ પણ વેલડામાં ગોઠવવા માં આવ્યું આઈ શ્રી એ બાપા નું મસ્તક પોતાના ખોડા માં લીધું અને લોકો સમસ્ત ને સમાધિ સ્થળ પર આવવા ણી આજ્ઞા આપી સાથે એવો પણ આદેશ આપ્યો કે કોય પણ જાણે આંખ માંથી આંસુ સારવાના નથી. રામધુન જગ્ગાવી વાજતે ગાજતે ચાલવાનું છે. થોડી વાર માં વેલડું વહતું થયું પાછળ પાછળ જાણ સમુદાય રામ ધૂન જગવતો કીર્તન કરતો ભાવ વિભોર બની જય ઘોષ કરતો ચાલવા લાગ્યો.