ગુરુ દીક્ષા
સતપંથ ધર્મમાં ગત ગંગાની હાજરીમાં ત્રેતીસ કરોડી દેવોનું આહવાન કરીને જયોતી સ્વરૂપ નારાયણની હાજરીમાં ગુરૂ દિક્ષા દેવામાં આવે છે.દ્રાપરયુગમાં આજ પ્રમાણે ગુરૂદિક્ષા દેવામાં આવી હતી પાંડવોના ગુરૂ ઋિષ માંકન્ડ હતા અને ગત ગંગાની હાજરીમાં કાનમાં મહામંત્ર દિધો હતો આ મહાધર્મની જે પ્રણાલીકા છે એવી પ્રણાલીકા બીજે કયાંય નથી. ધર્મનો આદેશ બતાવ્યો ત્યારે માંકન્ડ કહે છે સાંભળો યુંધીષ્ટીર સત્યની વાતુ વીરા હુ કહું છું.સત્યની બાંધી માતા પૃથ્વી,સત્યના બાંધા રૂડા શેષનાગ,સત્યના
બાંધયા મારા હરીજન સતવાદીએ સતધર્મ ચલાવ્યો હૈ. અઠયાસી હજાર ઋિષ મણી,ઈન્દ્રને ઈન્દ્રાણી મણી અલખ વધાવ્યા સાચામોતી બ્રહ્માને બ્રહ્માણી મણી અલખ વધાવ્યા સાચા મોતી, કરોડ ત્રેત્રીશ મણીને પુજાનો જગન રચાયો તેજોમાં અલખ ધણી આવ્યા. જયોતી સ્વરૂપે નર પાટે પધારયા.ત્યાં નર નકંળક બાવો આવ્યા,એના જગનમાં ગંગાજી પધારયા એના જગન માં સિત દ્રોપદી પધારયા એને કોણીને પ્રસાદ વેંચતા આર્ય ધર્મના આદી અનાદીનો હૈ દેવતાઓ પ્રગટ કર્યો હૈ કહે ઋિષ માકંન્ડ સુણો રાજા યુધિષ્ઠર આ ધર્મ તો મરજીવાનો છે અનુભવ વગર ધર્મી નહી થવાય. યુધિષ્ઠર કહે સાંભળો મોટા ઋિષવર નિજયા ધર્મ અમોને દીજીએ.માકંન્ડ ઋિષ કહે.એક રે અંગના કરો નવ ટુકડા શિષ ઉતારી ધરણી ધરો તો હે રાજા ધર્મ તમે મહાધર્મને વરો.યુધિષ્ઠર બો૯યા શિષ ઉતારી ગુરૂના ચરણે ધરું એક અંગના નવ ટુકડા કરૂ તો મારાથી ધર્મનું પાલન કેમ થાય.ઋિષ માકંન્ડ બો૯યા ઇ વાત માતા કુંન્તી જાણે કહી રાજા ઉતાવડા પગે ચા૯યા માતાના મંદિરે આવ્યા પિરક્રમા કરી હાથ જોડી ઊભા રહયા અને બો૯યા હે માતાજી નીજયા ધર્મ અમોને દિજીએ જન્મમરણનો અમને ભય છે ભારી,તઇ માતા બો૯યા સત વચન છે માકંન્ડ ઇમા મિથ્યા જરાય નથી ધર્મ ધુણો નિજાર બંધ સપૂર્ણ જાણે સતી દ્રોપદી ઉમા જાવો મારાથી એને વધુ ખબર હૈ તો રાજા ઉતાવડે પગે ચા૯યા દ્રોપદીના મંદિરે આવ્યા ઉન્મત થઇને હાથ જોડી ઉભા રહયા.તઇ સતી કેરા નવતો અંગની નવદ્યા ભિકત ગુડા ખોડી ને પગે લાગવું એમાં નવ અંગના નવ ટુકડા થાય.શીષના સાથે શ્રીફળ ગુરૂને ચરણે મુકો તો નિજયા ધર્મને તમે વરો ત્યારે રાજા જોડે સજોડે ચા૯યા માંકન્ડ ઋિષને મંદિરે આવ્યા અને સહસ્ત્ર અઠયાસી મળી કરોડ ૩૩ મણી યુધિષ્ઠરનાં કાકંળ ભર્યા.શાસ્ત્રેામાં આજરિત બતાવી છે.ઇ જ વિધી અનુસાર સતપંથીઓને કાકળ ભરાય છે.
Tags:
No comments:
Post a Comment