આપણા પૂર્વજોની સામાજીક એકતા પ્રત્યેની આજની ચીન્તા.
આપણા પૂર્વજો સામાજીક એકતા પ્રત્યે સચેતન હતા.તેમનું જીવન તથા તેમના કર્મો સ્વરૂપ સમાજમાં એકતા તેમજ દીવ્ય આદર્શોથી યુકત ધ્યેયને ચરિતાર્થ કરતું હતું.તેઓ સમાજને એક પરિવારના રૂપમાં જોતા હતા.પરંતૂ વર્તમાન સમયમાં સમાજ કેટલીક કલીયુગી ગહન સમસ્યાઓનો સામનો કરી રહયો છે.સમાજના કેટલાક માર્ગ ભૂલેલા ભાઇઓ પારસ્પિરક દ્રેષ ભાવનાને કારણે એક બીજાના શત્રૂઓ
આપણા પૂર્વજો સામાજીક એકતા પ્રત્યે સચેતન હતા.તેમનું જીવન તથા તેમના કર્મો સ્વરૂપ સમાજમાં એકતા તેમજ દીવ્ય આદર્શોથી યુકત ધ્યેયને ચરિતાર્થ કરતું હતું.તેઓ સમાજને એક પરિવારના રૂપમાં જોતા હતા.પરંતૂ વર્તમાન સમયમાં સમાજ કેટલીક કલીયુગી ગહન સમસ્યાઓનો સામનો કરી રહયો છે.સમાજના કેટલાક માર્ગ ભૂલેલા ભાઇઓ પારસ્પિરક દ્રેષ ભાવનાને કારણે એક બીજાના શત્રૂઓ
બની સમાજમાં ખોટો કલહ ઉતપન્ન કરી રહયા છે. અને સામાજીક એકતામાં બાધારૂપ બની રહયા છે અને જેમનું ચરિત્ર દેવ જેવું છે તેઓ વર્તમાન માનવ સિર્જત પરિસ્થિતિથી ચિંતિત છે.અને તેનો ગહનતાથી અભ્યાસ કરે છે. તેઓ સાત્વિક બુધિ થી વિચારે છે કે જો સમાજને એકતાના પાવન સૂત્રમાં નહીં બાંધવામાં આવે તો સમાજની એકતાને હાનિ થશે.જે સમાજની પ્રગિતમાં બાધારૂપ બનશે અને ભાવીપેઢી માફ નહી કરે સમાજના આવા શુભિચંતક વડીલો સમાજમાં હયાત છે જેઓ વર્તમાન વાતાવરણમાં શાંતિ તેમજ સંવાદીતા પ્રસ્થાપિત કરવા દરેક પ્રકારે સર્મથ છે. પરંતુ આવા વડીલોને મંચ પર નથી આવવા દેવાતા.જેથી આવા દેવપુરૂષોની વાણી સમાજની જનતા સુધી પહોંચી શકતી નથી.જયારે સમાજના કહેવાતા પ્રભાવશાળી નેતાઓ કે જેઓ સ્વાર્થીપણા,અજ્ઞાન તથા અહંકારની ભાવનાઓથી રંગાયેલા હોય છે.અને તેમનામાં અલગતાવાદની ભાવના જ સર્વોપરી હોય છે આ સંજોગોમાં સમાજમાં પ્રર્વતમાન સંતો તેમજ સમાજના આગેવાનોની પવિત્ર ફરજ બને છે કે સમાજને આંતિરક રીતે જગાડવો.આજની દરેક વ્યક્તિ ને પોતપોતાની સમાજીક ધાર્મિક, વ્યવહારીક,કૌટુંબીક પરિસ્થિતિ પ્રત્યે સચેતન બનાવી સમાજમાં જાગૃતિ લાવવી અને સમાજમાં સંવાદીતા સ્થાપિત કરવા સતત પ્રયત્નશીલ રહેવું પડશે.સમાજીક એકતા માટે બીજાને સમજવો એ જ ઉતમ માર્ગ છે.જેમ જંગલમાં વૃક્ષો એકઠાં થાય તો વન બને છે.બળવા જેવાં લાકડાં એંકઠા થાય તો હવન બને છે.તેમ સમાજમાં માનવ માનવ એક બને તો સમાજ ઉપવન બને છે.આપણી સમાજનાં કહેવાતા પ્રભાવશાળી નેતાઓ સતપંથ ધર્મનો વિરોધ કરે છે.અને સતપંથ ધર્મ ઉપર અનેક નિરાધાર અને ખોટા આક્ષેપ,આરોપ,ટીકા કરીને સમાજને તોડવાની નાકામ કોશિશ કરી રહયા છે અને કહે છે કે હવે આખરી લડાઈ લડવી પડશે. પ્રશ્ન આ છે કે સતપંથના પ્રતિ આટલો ગુસ્સો શા માટે ? શા માટે સમાજના. યુવાધનનો ઉપયોગ સમાજની પ્રગિતને બદલે સમાજને તોડવામાં કરવામાં આવી રહયો છે.સમાજ સામે અનેક સમસ્યાઓ છે,જેમકે તંમ્બાકુ,દારૂ,જેવા વ્યશનો,સમાજની દીકરીઓ વહુઓ બીજી નાતમાં પ્રેમ પ્રસંગ કરે છે અને સમાજ છોડીને તેની સાથે ભાગી જાય છે.સમાજમાં એક જ ગોત્રની અંદર પ્રેમપ્રસંગ થવા લાગ્યા છે.આજે પણ સમાજનાં ઘણા કુટુંબોમાં છોકરાઓ,છોકરીઓના લગ્ન નથી થતા આજે પણ ભારતભરનાં સમાજો વચ્ચે સામજીક સદસ્યતાની સમસ્યાઓ છે આજે પણ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદારના ભાઇઓ ધંધા અર્થે બીજા શહેરોમાં જાય છે અને તેઓને સમાજમાં સદસ્યતા નથી અપાતિ
આજે આપણે સમાજમાં સ્વર્ણીમ મહોત્સવની તૈયારી કરી રહયા છીએ પણ ખરા અર્થમાં આપણે મનોમંથન કરવાની જરૂર છે કે આ પચાસ વર્ષોમાં કેટલી નવી સમસ્યાઓથી લડી રહયા છીએ.આ સમાજનો યુવાધન વ્યશની બની રહયો છે.મોટાને માન આપવામાં કચવાય છે.સંસ્કારમાં કમીથતી જાય છે.યુવા વર્ગ સમાજથી દૂર જઇ રહયો છે.યુવા વર્ગ પરનાત સાથે પ્રેમ પ્રસંગ અને ખાણીપીણી અને આચાર વિચારે બગડી રહયો છે.અને સમાજના પ્રભાવશાળી નેતાઓ દ્રારા આ સમસ્યાઓના બદલે સતપંથની ટીકા કરી તેને સમસ્યારૂપ ગણાવીને ખોટી રીતે સમાજને તોડવાનુ કુત્ય કરી રહયા છે.આનો પુરાવો પાટીદાર સંદેશના ૧૦મી જાન્યુઆરી ૨૦૧૦નાં પેજ નં ૩૬ ઉપર છે જે આ પ્રમાણે છે.
એમા લખ્યું છે કે જેમાં પાંચ ઠરાવો પૈકી ચાર ઠરાવોમાં સંતોષકારક છણાવટ થયેલ.ફકત એક ઠરાવ પુરતા કોર્ટ કેશો થયા છે તેનો સુખદ સમાધાન થાય તેવા સહિયારા પ્રયત્નો કરવા તેવું નકકી કરવામાં આવ્યું.
હવે આપણે સતપંથીભાઇઓ દ્રારા જે કેશ કરવામાં આવ્યા તેની ચર્ચા કરીએ.નીતી શાસ્ત્રકાર કહે છે કે :- કારણવિના કાર્યની ઉત્પિત થતી નથી ધૂમ્ર દેખાય ત્યાં અગ્નિ જરૂર હોવો જ જોઇએ આપણા સમાજના બંધારણની જોગાવઇ મુજબ કયાંય પન સનાતન શબ્દ આવતો નથી બંધારણની પેટા કલમ નં ૨ જ્ઞાતી :- જ્ઞાતી એટલે કચ્છ કડવા પાટીદાર અને તેના વંશજો.૧૯૯૭ માં આદ્ય જગતગુરૂ શ્રી કરસનદાસજી મહારાજે નખત્રાણામાં અખીલ ભારતીય સંત સંમેલનનું આયોજન કર્યુ હતું તેમાં ભારતભરનાં અનેક સાધુસંતો અને શંકરાર્ચાય મહારાજ પણ આવ્યા હતા.આવા શુભ પ્રસંગમાં જે કચ્છ કડવા પાટીદારના ભાઇઓ ગયા હતા તેઓને સમાજથી બહાર કરવામાં આવ્યા હતા.સમાજના બંધારણની કોઇ પણ કલમનું ઉલંઘન થયું ન હતું છતાંય જે ભાઇઓ આ પ્રસંગમાં ગયા હતા તેઓને સમાજથી બહાર કરવામાં આવ્યા હતા.
જયારે સમાજનાં આગેવાન ભાઇઓ દ્રારા સતપંથ ધર્મની ટીકા કરવામાં આવી ત્યારે સમાજને જાણ હોવા છતાંય સમાજ દ્રારા ઉચીત પગલું ન લેતા નિરાધારની જેમ કોય સહારો ન હોવાથી કોર્ટનો સહારો લેવો પડયો અને આજે પણ સનાતની ભાઇઓ સતપંથની ઉપર ટીકા કરે છે.જુવો પાટીદાર સંદેશ ૧૦મી જા. ૨૦૧૦( પેજ ૩૭).તા ૦૭-૦૮૨૦૦૯ના રોજ સમાજની સામાન્ય સભામાં અમુક સનાતની ભાઇઓ દ્રારા પત્રનું વાંચવાનો આગ્રહ કરવામાં આવ્યો.પત્રનાં વાંચન પછી સનાતની ભાઇઓ તરફથી ઉગ્ર રજઆતો કરવામાં આવી જેમાંથી કેટલાક ભાઇઓ તરફથી અશોભનીય ભાષા વાપરવામાં આવી આ ઉપરાંત સમાજના આગેવાનોએ સમાધાનની ખાત્રી આપવા છતાં તેઓ શ્રીના તરફથી ભારતભરનાં સમાજને ટપાલો તથા મેગેઝીનો દ્રારા અહેવાલ મારફતે આપણા સમાજમાં ગેરસમજણ ઉભી કરવાનું કામ કર્યુ.સમાજે ટીકાકારો ઉપર ઉચીત કાર્યવાહી કરી હોત તો કોર્ટ કેશ તરત જ પાછો ખેંચી લેવામાં આવ્યો હોત.સનાતની ભાઇઓ દ્રારા સતપંથ ઉપર જે ટીકા કરવામાં આવે છે અને એક સતપંથી હોવાથી એમની બધી જ શંકાઓનો ક્રમવાર વિગતસર જવાબ આપવા માટે મેં બ્લોગ નો સહારો લઇને લખવાનું કાર્ય ચાલુ કર્યુ છે.
Tags:
No comments:
Post a Comment