facebook

પરમ પૂજય આધ જગદગુરુ શ્રી કરસનદાસજી મહારાજ

પરમ પૂજય આધ જગદગુરુ  શ્રી કરસનદાસજી મહારાજના સાંનિધ્યમાં (સતપંથ પ્રેરણાપીઠ  પીરાણા) નો થયેલ વિકાસ
              પ.પૂ કરસનદાસજી મહારાજે પીરાણા ગાદીપિતનો વહીવટ સંભાળયો ત્યારે સંસ્થાની મિલકતો અસ્તવ્યસ્ત હતી.આપેલ મિલકતોના સમયસર ભાડા પણ આવતા ન હતા.ખેત ઊત્પાદન ઓછું થતુ હતું.જે કંઇ થતું તેની યોગ્ય જાળવણી થતી ન હતી.સગવગે થઇ જતું હતું પ.પૂ. કરસનદાસજી મહારાજનું સુત્ર હતું કોઇનું હરામનું લેવું નહી અને હકકનું કોઇને લઇ જવા દેવું નહીં. જમીનોમાંનાં દબાણો દૂર કરી ફરતે કમ્પાઉન્ડ દિવાલો બનાવડાવી.ગૌશાળાની મિલકતો કાયદાકીય ગૂંચમાં ફસાયેલી હતી તે પણ ગૌશાળાને નવજીવન કરી હસ્તગત કરી.
       પ.પૂ શ્રી કરસનદાસજી મહારાજ દીર્ઘ દ્રિષ્ટવંતા હતા.ઇ.સ. ૧૯૯૩ માં અખિલ ભારતીય સંત સિમિતનું નવમું અધિવેશન જયપુર રાજસ્થાન ખાતે યોજાયું તેમાં પ.પૂ આચાર્ય અિવચલદાસજી મહારાજ સાથે ઉપિસ્થત રહી સમગ્ર સાધુ
સમાજ સહ ધર્મ ચર્ચા કરી સતપંથ સંપ્રદાયને પ્રકાશિત કરી સમગ્ર સાધુઓને પ્રભાવિત કર્યા. કરસનદાસજી મહારાજે સમગ્ર ભારતભરનાં શંકરાચાર્યો,મઠાધિપિતઓ,મહામંડલેશ્વરો તેમજ સાધુ સંતો સમક્ષ સતપંથ સંપ્રદાયનું વૈચારિક ભાથુ પીરસ્યું જે સૌના હ્યદયને સ્પર્શી ગયું.જેથી પ.પૂ કરશનદાસજી મહારાજે અખિલ ભારતીય સંત સિમિતનું દશમું અિધવેશન પ્રેરણાપીઠ ખાતે યોજવા આમંત્રણ આપ્યું તેને સમગ્ર સાધુ સંતોએ સહર્ષ સ્વીકારી લીધું.અખિલ ભારતીય સંત સિમિતનું દશમું અિધવેશન ફકત મર્યાદિત સંતોનું જ અિધવેશન બની ન રહેતા સમગ્ર ભારતભરનાં સંતો તેમજ અનુયાયીઓ,ભકતોજનોનું સ્નેહ મિલન બની રહે અને સૌનું સંભારણું બની રહે તેવો ભવ્ય મહોત્સવ યોજવા પ્રયત્નો તેમણે કર્યા. જયારે પ્રેરણાપીઠ ખાતે અખિલ ભારતીય સંત સમિતિનું દશમું અધિવેશન પ્રેરણાપીઠ ખાતે યોજાઈ રહયું હતું.એ સમયે પ્રેરણાપીઠનું નામ સૌ પ્રથમવાર સાધુ સમાજ તથા ભારતવર્ષમાં જાહેર થઇ રહયું હતું.પ.પૂ હંસદાસજી મહારાજ તથા પ.પૂ. અવિચલદાસજી મહારાજ તથા પ્રભારી સતોની રાહબરી હેઠળ સેંકડો કારસેવકોની તનતોડ મહેનતથી સ.ત સંમેલનની સમગ્ર તૈયારીઓ પૂર્ણ થઇ હતી અને પ્રેરણા પીઠ સૌ સંતોનું સ્વાગત કરવા થનગની રહયું હતું.પરંતું કલિયુગમાં હમેંશા સાચા કાર્યોની કસોટી થતી જ હોય છે.સંજોગો પ.પૂ કરસનદાજી મહારાજની શક્તિ ની કસોટી કરતા હોય તેમ સંત સમિતિના દશમાં અિધવેશન-મહોત્સવના સભામંડપ,રસોડા,પાર્કીગ સહિત તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ હતી,,સૌ કારસેવકો તૈયારીઓ પૂર્ણ કરી નિરાંતનો શ્વાસ લઇ રહયા હતા ત્યાં જ વિધ્નસંતોષીઓથી પ્રેરણાપીઠની પ્રગતિ સહન ન થતાં જે સ્થળે આ મહોત્સવ થઇ રહયો હતો તે સ્થળે ન થાય તેવો કોર્ટમાંથી મનાઇ હુકમ લઇ આવ્યા.આ સમયે મહોત્સવ શરૂ થવાને અડતાલીસ કલાક જ બાકી હતા અને આમંત્રિત સંતો તેમજ ભકતજનોનો પ્રવાહ આવવાનો શરૂ થઇ ગયો હતો.આ સંજોગોમાં આયોજકો તથા કારસેવકો અસમંજસમાં હતા.સૌમાં નિરાશા વ્યાપી ગઇ હતી.પરંતુ પ.પૂ.કરસનદાસજી મહારજ મકકમ હતા.તેમને સદગુરૂમાં પૂર્ણ વિશ્વાસ હતો.આવા પ.પૂ કરસનદાજી મહારાજે તાત્કાલિક આયોજકો તેમજ કારસેવકોની મીટીંગ કરી જણાવ્યું કે ધર્મનું રક્ષણ કરવામાં મુશ્કેલીઓ અને પડકારો આવતા જ રહેશે.પરંતુ તેનાથી નાસીપાસ ન થવાય.સદગુરૂમાં અચળ શ્રધ્ધા રાખી કયારેય હાર ન સ્વીકારે અને નમતું ન આપે તેવું ઉત્સાહપૂર્ણ બળ કેળવવું પડશે.તો જ ઈષ્ટ માર્ગે પ્રયાણ કરી શકાશે અને પ્રગતિ કરી શકાશે.અનુયાયીઓની સુષુપ્ત શક્તિઓને ઢંઢોળી સમારંભ સ્થળ બદલવાનો પ્રસ્તાવ મૂકયો.તેમનો આદેશ થતાં જ કારસેવકોમાં નવું જોમ,હિંમત આવી અને આજે જયાં ગુરૂકૂળ છે તે જગ્યાએ દિવેલાનો પાક ઊભો હતો તે રાતો રાત લેવાઇ ગયો અને જમીન સમથળ થઇ ગઇ અને ઝાઝા હાથ રિળયામણાં અને સદગુરુ ની કૃપાથી રાતોરાત છત્રીસ કલાકમાં નવા સ્થળે શભામંડપ તૈયાર થઇ ગયો અને આમ સદગુરુ ની પ્રેરણાથી આમ મહાસંકટને જાકારો આપીને અિધવેશન માટેની નવાં સ્થળની તૈયારી માત્ર ૩૬ કલાકમાં પૂણ કરવાઈ માં આવી હતી.
અખિલ ભારતીય સંત સમિતિના દશમાં અધિવેશનમાં કુલ ત્રણ દિવસ દરિમયાન ચાર સત્રો યોજાયાં.જેમાં જુદા જુદા વિષય પર શંકરાચાર્યો,મહામંડલેશ્વરોના મનનીય પ્રવચનને આજે પણ હિરભકતો યાદ કરે છે.અખિલ ભારતીય સંત સમિતિનું આ પડકાર રૂપ દશમું અધિવેશન જે પુણ્યશાળી મહાત્માઓ સંતો તેમજ ભકતજનોના પુનિત પાવન પગલાં પડયાં હતાં.તે પાવનભૂમિ પ.પૂ. કરસનદાસજી મહારાજે દશમાં અિધવેશનની સ્મૃતિરૂપે સંપન્ન કરી અને તે સ્થળે ભવ્યાતિ ભવ્ય નિષ્કલંકી ધામ તથા ગુરૂકુળના નિર્માણ કરવાનો સંક૯પ કર્યો અને પોતાની ધાર્મિક તથા શૈક્ષિણક દુરંદિર્શતા દર્શાવી.પ્રેરણાપીઠ ખાતે ઇ.સ. ૧૯૯૪માં દશમાં અધિવેશનની વ્યવસ્થા તથા પ.પૂ. કરસનદાસજી મહારાજના ક્રાંતિકારી પગલાંથી પ્રભાવિત થઇ તેમના જ નેતૃત્વ હેઠળ મોહમયી મુંબઇ નગરીમાં અખિલ ભારતીય વૈદિક ધર્મ સંમેલન પ્રથમ અધિવેશનનું આયોજન થયું.જેમાં ઉપિસ્થત ભારતભરના સંતોએ સતપંથ સંપ્રદાય અને પ.પૂ. કરસનદાજી મહારાજને બિરદાવતાં જણાવ્યું કે સતપંથ સંપ્રદાય સંપૂર્ણ અથર્વવેદ આધારિત સંપ્રદાય છે.સતપંથ સંપ્રદાય એકલો નથી પરંતુ વિશાળ વટવૃક્ષની એક શાખા છે અને અખિલ ભારતીય સંત સિમિતનું પારિવારીક અંગ છે.તેના ગાદીપિત આચાર્ય કરસનદાજી મહારાજ ફકત સતપંથના આચાર્ય નથી પરંતુ આપણા સૌના આચાર્ય છે.મોહમયી મુંબઇ નગરીમાં જયાં રોટલો મળે પણ ઓટલો ન મળે તેવા સ્થળે હજારો સાધુસંતો તેમજ ભકતજનોના ઉતારા-સભા મંડપની વ્યવસ્થા કરી જે અખિલ ભારતીય વૈદિક સંમેલનને સફળ બનાવવા માટે જે ભગીરથ કાર્ય કર્યુ તે માટે હમેશા સતપંથ સમાજ માટે એક સંભારણું બની રહેશે.પ.પૂ કરસનદાસજી મહારાજ પ્રેરણાપીઠના ગાદીપિત બન્યા પછી તેમના સાંનિધ્યમાં તેમના સફળ નેતૃત્વ હેઠળ સમગ્ર ભારતભરના સંતો - મહંતોના પ્રેરણાપીઠ ખાતે વિવિધ સંમેલનો દ્રારા પાવન પગલાં કરાવી પ્રેરણા પીઠ પાવન બનાવી અનુયાયીઓના ઉત્સાહમાં,ભક્તિભાવમાં અનેરો ઉત્સાહ પ્રગટાવીયો એવા પ.પૂ. કરસનદાજી મહારાજને ગાદીપિત થયા તેને દશ વર્ષ પૂર્ણ થતાં ઇ.સ. ૧૯૯૭માં તેમના વતન કચ્છમાં નખત્રાણા ખાતે ભવ્ય દશાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી.આ ઉજવણીની સાથે સાથે અખિલ ભારતીય સંત સમિતિએ પોતાનું તેરમું અિધવેશન કચ્છની પાવન ધરા પર કરવા ઈચ્છા દર્શાવતાં સૌ સંતોનું આતિથ્ય માણવા તત્પર એવા પ.પૂ. કરસનદાસજી મહારાજ નખત્રાણા ખાતેના દશાબ્દી મહોત્સવને ભવ્ય બનાવવા અખિલ ભારતીય સંત સમિતિના તેરમા અધિવેશનના યજમાન બન્યા.અને અગાઉના સંત સંમેલનની જેમ જ કચ્છની ધીંગી ધરા જે મેહમાન ગતિમાં સદાય ઉતમ ગણાય તેને સાર્થક કરતાં ભવ્યાતિભવ્ય શોભાયાત્રા સહિત સમગ્ર અિધવેશનના આયોજનને ભવ્ય બનાવ્યું અને કચ્છના આતિથ્યને માણી સતપંથ સંપ્રદાયના અનુયાયીઓની ભાવનાથી પ્રભાવિત થઇ અખિલ ભારતીય સંત સિમિત દ્રારા પ.પૂ. જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી દિવ્યાનંદતીર્થજી મહારાજ ભાનુપુર પીઠાધિશ્વરના વરદ હસ્તે પ.પૂ. આચાર્ય શ્રી કરસનદાસજી મહારાજને રાષ્ટ્રીય સંત તરીકેનો એવોર્ડ એનાયત થયો તેમજ આજ સભારંભમાં પ્રખંડ કર્મકાંડી શતાયુ શાસ્ત્રજ્ઞ પ.પૂ. શ્રી કે.કા.શાસ્ત્રીજીના વરદ હસ્તે અભિનંદન પ્રસસ્તી પત્ર અર્પણ કરી પ.પૂ. કરસનદાસજી મહારાજનું અભિવાદન કરવામાં આવ્યું. આ સમયે પ.પૂ. કરસનદાસજી મહારાજના ગાદીપતિ સમયના દશ વર્ષના ભવ્ય કાર્યકાળને પ્રકાશિત કરતા સ્મૃતિ ગ્રંથ નું વિમોચન કરવામાં આવ્યું, કચ્છ નખત્રાણા ખાતે જે સ્થળે આ ભવ્ય સમારંભ સંપન્ન થયો તે પાવનભૂમિને પણ પ.પૂ. કરસનદાસજી મહારાજે સંપન્ન કરી ભવ્ય નિષ્કલંકીધામના નિર્માણનો સંક૯પ કર્યો હતો. અને તેમના વારસદાર પ.પૂ. જગદગુરુ શ્રી નાનકદાસજી મહારાજે સાર્થક કરતાં આજે એ પાવન સ્થળે ભવ્ય નિષ્કલંકીધામ નિર્માણ પામ્યું છે જે સૌને પ્રેરણા આપતું સમગ્ર કચ્છનું અજોડ,અનન્ય અદ્રિતિય,ભવ્ય તીર્થધામ બની ગયું છે.
        અખિલ ભારતીય સંત સમિતિના અ૯હાબાદ ખાતે મળેલા સંમેલનમાં સર્વાનુમતે પ.પૂ.શ્રી કરસનદાસજી મહારાજની અખિલ ભારતીય સંત સમિતિના પક્ષિમાલયના અધ્યક્ષ તરીકે નિમુંક કરવામાં આવી અને પક્ષીમ પ્રદેશમાં તેમના નેતૃત્વમાં અખિલ ભારતીય સંત સમિતિએ ક્રાંતિ કારી નિર્ણયો કર્યા.પ.પૂ. કરસનદાસજી મહારાજની આવી નીડર,ક્રાંતિકારી,નિખાલસ,નિ: સ્વાર્થ ,ધર્મસેવાથી સમગ્ર ભારતભરનાં સંતો પ્રભાવિત થયા અને એવોર્ડથી નવાજયા. ભારતીય સાંસ્કૃતિ સંચર્ધક સમિતિ સાંદિપની વિદ્યાનિકેતન ટ્રષ્ટ સંસ્થાન પોરબંદર સમગ્ર ગુજરાત ભારત જ નહી સમગ્ર દુનિયામાં ભારતીય સાંસ્કૃતિક વારસાનું જતન કરી માણસ ઉગાડવાનું કામ કરતું પ્રખ્યાત વિદ્યાધામ છે.આ સંસ્થા દ્રારા દર વર્ષે બ્રહ્મિર્ષ,રાજર્ષિ તેમજ દેવિર્ષ એવોર્ડ એનાયત કરવામાં આવે છે.આવો જ પ્રસંગ તા ૧૦ ઓકટોબર ઇ.સ. ૧૯૯૭ના રોજ યોજાયો.જેમા. પ.પૂ. કરસનદાસજી મહારાજની અનેકવિધ સેવાને બિરદાવવા કથાકાર ચિંતક એવા પૂ. ભાઇશ્રી શ્રી રમેશભાઇ ઓઝા તથા ક્રાંતિકારી સંત સ્વામી શ્રી સચ્ચીદાનંદજી મહારાજ દંતાળી વાળાના વરદ હસ્તે ગૌરવપદ એવો દેવર્ષિ એવોર્ડ એનાયત કર્યો.જેના થકી સમગ્ર સંત સમાજ તથા ભારતભરમાં સતપંથ,પ.પૂ. કરસનદાસજી મહારાજ તથા ભારત વર્ષમાં વસતા સતપંથી ઓની આન-બાન-શાનનું ગૌરવ વધ્યું હતું.
 (તા. ૨૭-૨૮-૨૯-નવેમ્બર-૧૯૯૮)
પ.પૂ. કરસનદાસજી મહારાજના સાંનિધ્યમાં સતપંથ સંપ્રદાય તેની ક્ષિતિજો વિસ્તારી રહયો હતો અને ભારતના ખૂણે ખૂણે તેની સુવાસ પ્રસરી રહી હતી.પ.પૂ. સદગુરુ શ્રી ઇમામશાહ મહારાજના પવિત્ર ચરણોથી પાવન બનેલ દક્ષિણ ગુજરાતની સુરત નગરીમાં સેંકડો રાણા પરિવારો નાના નાના ધંધા કરી સતપંથ સંપ્રદાયની જયોતને પ્રજવલિત રાખી રહયા છે. સુરતનું જમણ અને કાશીનું મરણ કહેવત પ્રચિલત બની છે એવા સુરત શહેરમાં સતપંથ સંપ્રદાયના શ્રી નિષ્કલંકી નારાયણનાં આઠ મંદિરો આવેલા છે પરંતું વચ્ચેના સમયમાં આમાંથી કેટલાંક મંદિરોમાં સેવા પૂજા થતી તો કેટલાકમાં ન થતી.સૌ અનુયાયીઓ સતપંથથી વિમુખ થઇ રહયા હતા.અને યુવાનો વ્યસની બની કહેવા પૂરતા સતપંથીઓ રહયા હતા તેવા સંજોગોમાં સતપંથ સંપ્રદાયમાં નવા પ્રાણ પૂરવા માટે પ.પૂ. કરસનદાસજી મહારાજે ગાદીપતિ થયા પછી ભીમપોર સુરત ખાતે પીઠાવાલા ક્રિકેટ સ્ટેડીયમમાં દક્ષિણ ગુજરાત સતપંથ સનાતન પરિવારનાં સાંનિધ્યમાં પ્રમુખ શ્રી નટુભાઇ પટેલ,શ્રીકેષભાઇ તેમજ ત્યાંના આગેવાનોના સહયોગથી તા ૯ થી ૧૫ મે ૧૯૯૬ માં જાહેર દશાવતારની કથા કરી તેમની પ્રેમ તથા ભક્તિ થી ભરપૂર જોશીલી વાણી સૌ અનુયાયીઓના હ્યદયમાં ઉતરી ગઇ અને સુરતના અનુયાયીઓ કીડીયારાની જેમ ઊભરાયા અને સત્સંગનો લાભ લીધો.દશાવતારની કથાની સાથે સાથે રોજ સાંજે સુરતના દરેક મંદિરોમાં જાહેરમાં પોતાની આગવી શૈલીમાં પૂજા કરી સૌ અનુયાયીઓને રક્ષણાત્મક,વિકાસાત્મક તથા ક૯યાણકારી આશીર્વાદ આપ્યા અને સૌમાં સતપંથ પ્રત્યેનો ઉત્સાહ વધાર્યો. સતપંથ એ અથર્વવેદ આધારિત સંપ્રદાય છે.તેની પુસ્તિ આપતા ભારતભરના સંતો મહંતોના નેજા હેઠળના અખિલ ભારતીય વૈદિક ધર્મસંમેલનનું દ્વિતીય અધિવેશન તા. ૨૭-૨૮-૨૯ નવેમ્બર ૧૯૯૮ ના રોજ સુરત ખાતે પ.પૂ. આદિ જગદગુરુ શ્રી કરસનદાસજી મહારાજના સાંનિધ્યમાં યોજાયું.જેમાં ભારતભરના અનેક સંતોના દર્શનનો લાભ મળવાથી અનુયાયીઓ પોતાને ધન્ય માની રહયા છે અને સતપંથની જયોત જવલંત રાખી રહયા છે.
પદ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૨૩-૨૪-૨૫ નવેમ્બર ૨૦૦૧ :
પ.પૂ. આચાર્ય શ્રી કરસનદાસજી મહારાજના ગાદીપતિ સમયગાળામાં અનેક સમારંભો,ધર્મ સંમેલનો,ધાર્મિક મેળાવડા થયા હતા.પ.પૂ. શંકરાચાર્યો સહિત અને સંતો મહંતોએ પ્રેરણાપીઠની મુલાકાતો લીધી,દર્શન કર્યા અને પીરાણાનું નામ ગામે ગામ અને સંતો મહંતોના મઠોમાં ગૂંજી રહયું.અનેક એવોર્ડથી આચાર્ય શ્રી કરસનદાસજી મહારાજ તથા પ્રેરણાપીઠને નવાજવામાં આવ્યા હતા. સૌ અનુયાયીઓ પણ સંતોષ માની રહયા હતા અને મોટા ધર્મસમારંભો હવે બસ એવી ભાવના અનુભવી રહયા હતા.પરંતુ આચાર્ય શ્રી કરસનદાસજી મહારાજ કંઇક અલગ જ વિચારી રહયા હતા કે પ્રેરણાપીઠને એક એવા ટોચના મુકામ પર મૂકી દઇએ જયાં સતપંથ સંપ્રદાયની ગણના અન્ય ટોચના સંપ્રદાયો સાથે થતી રહે.હમેશાં દુનિયાભરના સંતો મહંતો સાથે પ્રેરણાપીઠના અને મહારાજ શ્રીના મધ્યસ્થી અને વિશ્વાસુ એવા કાંતિભાઇ સવગણભાઇ મુંબઇ તેમજ તેમની ટુકડી સદાય તન મન ધનથી કોઇપણ જાતની અપેક્ષા વગર સંસ્થાના નાના મોટા વિકાસના કાર્યો ઉત્સાહપૂર્વક બજાવે છે તેમણે સંક૯પ કર્યો હતો કે પીરાણાની ગાદીને જગદગુરુ ની ગાદી બનાવવી છે. મહારાજશ્રી તથા સેવકોના સંક૯પને તેમની વૈચારિક ક્રાંતિ નું પરિણામ જાણે ત્વરિત મળી રહયું હોય એમ સદગુરુ એ તેમનો સંક૯પ સાંભળી લીધો હોય અને પરિપૂર્ણ થઇ રહયો હોય તેમ અખિલ ભારતીય સંત સમિતિએ પીરાણાને પ્રેરણાપીઠ અને તેના આચાર્યને જગદગુરુની પદવી એનાયત કરવાનો સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો અને પ.પૂ. શ્રી કરસનદાસજી મહારાજે સતપંથ સંપ્રદાયના ઉજ્જવલ ભવિષ્ય માટે ક્ષણના ય વિલંબ વિના આ નિર્ણયને સ્વીકારી લીધો અને તા ૨૩ -૨૪ -૨૫,નવેમ્બર ૨૦૦૧ ના રોજ દેશભરના પ.પૂ. સંતો,મહંતો,શંકરાચાર્યો,મહામંડલેશ્વરો તેમજ હજારો સંતો તેમજ અનુયાયીઓની ઉપસ્થિતિમાં અતિભવ્ય ધર્મસમારંભ યોજાયો જેમાં પીરાણાને પ્રેરણાપીઠ અને તેના આચાર્ય પ.પૂ. શ્રી કરસનદાસજી મહારાજને વૈદિક સનાતન સતપંથ સંપ્રદાયાચાર્ય જગદગુરુના પદથી ભારે જયઘોષ સાથે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા અને પ્રેરણાપીઠની દિવ્ય જયોતનો પ્રકાશ સમગ્ર વિશ્વને પ્રકાશિત કરી ગયો અને આજે પણ પ્રકાશિત કરી રહયો છે. ઉપરોકત પ્રસંગે સંસ્થામાં સક્રિય સેવાભાવી કાર્યકર તરીકે ફરજ બજાવતા મુખી શ્રી ગંગારામભાઇ લાલજીભાઇને ભગવી પાઘડી પહેરાવી ગંગેશ્વરદાસજી મહારાજ નામ આપી સાધુ તરીકે નિમણૂંક કરી.જેઓ આજે શ્રી નિષ્કલંકીધામ નખત્રાણા ખાતે સેવા આપી રહયા છે.

ૐ શ્રી નિષ્કલંકી નારાયણ જનાર્દનાય નમો નમ:

1 comment:

  1. Jay Guru Dev,
    Karshandashji Maharaj is the REAL HERO the LION of Satpanth Kingdom.
    I personally knew him and observed his characteristic like bravery,
    confidence,faith,truth,calmness,patience,never give up mentality etc.
    It won't be exaggeration to say IRON MAN like Sardar Vallabhbhai Patel.
    He was real truth seeker and keep aside critics's view and did what was better for the society Nation Hinduism.
    Now-a-days it is sad dat some people are spreading false belief and humor in the society that SATPANTH SANATAN is wrongly following path.
    SATPANTHI is always working for uniting society but these fake people are diving society into smaller parts.May god bless these people and inspires them to work for betterment of society instead of destroying society.
    I heartily salute to the Lion of Satpanth Kingdom KARSHANDASHJI MAHARAJ.
    Proud to be part of Truth Truth Follower on True Path SATPANTH SATPANTHI.
    MAY GOD BLESS US !!!

    ReplyDelete